સવાલ જવાબ 101 થી 150

દરરોજ બધા પ્રકારના સમાચાર મેળવવા માટે
 8000 93 02 02 નંબર પર " સમાચાર મોકલો " એવો મેસેજ કરો



Whatsapp ના સ્ટેટ્સમાં સમાચાર જોવા અમારો નંબર સેવ રાખો તમારા મોબાઈલમાં




દરરોજ સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ    click here






101. પુરાતન સ્થળ મહાગઢ ક્યાં આવેલ છે? – *ઉત્તરપ્રદેશ*
102. પુરાતન સ્થળ બુર્જહોમ ક્યાં આવેલ છે? – *કાશ્મીર*
103. પુરાતન સ્થળ ચિરાદ ક્યાં આવેલ છે? – *બિહાર*
104. પુરાતન સ્થળ હુલ્લર ક્યાં આવેલ છે?- *આંધ્રપ્રદેશ*
105. માનવ વસવાટની શરૂઆત આશરે કેટલા વર્ષ પહેલા થયેલ માનવામાં આવે છે? – *12000 વર્ષ પહેલા*
106. માનવ દ્વારા પસંદ કરવામાં આવેલા સૌપ્રથમ પાકો ક્યા માનવામાં આવે છે? – *ઘઉં, જવ*
107. માનવ દ્વારા પસંદ કરવામાં આવેલા ક્યા પ્રાણીને પાલતું બનાવવાનું માનવામાં આવે છે? – *કૂતરો*
108. સિંધુ સંસ્કૃતિનું પુરાતન સ્થળ દેશળપર ક્યાં આવેલ છે? – *કચ્છ*
109. સિંધુ સંસ્કૃતિનું ક્યું નગર મોટું બંદર હતુ? – *લોથલ*
110. લોથલ ક્યા જીલ્લામાં આવેલ છે? – *અમદાવાદ*
111. ક્યાંથી 14 વખારોવાળાઅ વિશાળ મકાનના અવશેષો મળી આવ્યા છે? – *સિંધુખીણની સંસ્કૃતિમાં લોથલ બંદરેથી*
112. વિશાળ જાહેર સ્નાનાગારના અવશેષો ક્યાંથી મળી આવ્યા છે? – *મોહેં-જો-દડો*
113. દેશનું બીજા ક્રમનું સૌથી મોટું બંદર ક્યું છે? – *કંડલા*
114. ગુજરાતનું સૌથી મોટુ બંદર ક્યું છે? – *કંડલા*
115. ગુજરાતમાં કુલ કેટલી મહાનગરપાલિકા આવેલી છે? – *૮*
116. ગુજરાતનું સૌથી ઊંચું શિખર ક્યું છે? – *ગોરખનાથ-1117 મીટર*
117. કચ્છના રણના ક્યા વિસ્તારમાં ઉગતું ઘાસ એશિયાનું સૌથી ઊંચું ઘાસ છે? – *બન્ની વિસ્તારમાં*
118. ગુજરાતની સૌથી મોટી નદી કઇ છે? – *નર્મદા*
119. અમદાવાદ જિલ્લામાં ક્યું સરોવર આવેલું છે? – *નળ સરોવર*
120. ‘પક્ષીજગત’ પુસ્તકના લેખક કોણ છે ? – *પ્રદ્યુમન કંચનલાલ દેસાઇ*
121. ગુજરાતનું સૌથી મોટું અભ્યારણ્ય  ક્યું છે ? – *સુરખાબ નગર રણ અભ્યારણ્ય* 
122. ગુજરાતમાં કુલ કેટલાં અભયારણ્યો અને નેશનલ પાર્ક આવેલા છે ? – *23/22* અભયારણ્યો, 4 નેશનલ પાર્ક
123. ભાદરવી પૂનમના દિવસે ક્યા સ્થળે મેળો ભરાય છે?-  *અંબાજી*
124. કચ્છ વિસ્તારના અલગ તરી આવતા ઘર ક્યા નામે ઓળખાય છે?- *ભૂંગા*
125. ગુજરાતમાં કોળિયાક ખાતે ક્યો મેળો ભરાય છે?- *નિષ્કલંક મહાદેવનો*
126. આદિવાસી વિસ્તારમાં  દર અઠવાડિયે  ચોક્કસ જે મેળો ભરાય છે તેને શું કહે છે?- *હાટ*
127. ‘ લાવણી’  ક્યા રાજ્યનું લોકનૃત્ય છે? – *મહારાષ્ટ્ર*
128. ‘ ઘુમ્મર’ ક્યા રાજ્યનું લોકનૃત્ય છે? – *રાજસ્થાન*
129. નારાયણ સરોવર ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલું છે? – *કચ્છ*
130. નર્મદા નદી ૫ર ક્યું કૃત્રિમ સરોવર આવેલું છે? – *સરદાર સરોવર*
131. ગુજરાત કેટલા કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે? – *૧૬૦૦ કિ.મી (990 માઈલ)*
132. ગુજરાતના ક્યા સ્થળે જુના વહાણ ભાંગવાનો ઉદ્યોગ વિકસ્યો છે? – *અલંગ (ભાવનગર)*
133. શાના પાનમાંથી ૫ડિયા-પતરાળા બનાવવામાં આવે છે? – *ખાખરા (પલાશ)*
134. દુનિયાભરમાં માત્ર કચ્છના રણમાં જોવા મળતું પ્રાણી ક્યું છે? – *ધુડખર*
135. ભાવનગરમાં ક્યા પ્રાણી માટેનું અભયારણ્ય છે? – *કાળિયાર*
136. ગુજરાતમાં જેસોર રીંછ અભયારણ્ય ક્યાં આવેલું છે? – *ઈકબાલગઢ, તા.અમિરગઢ, જિ. બનાસકાંઠામાં*
137. જામનગર પાસેનું પિરોટનનું અભયારણ્ય ક્યા પ્રાણીઓ માટે છે? – *દરિયાઇ જળચર*
138. આ૫ણા દેશનું રાષ્ટ્રીય જળચર પ્રાણી ક્યું છે? – *ડોલ્ફિન*
139. ગુજરાતનું સૌથી વધુ વૃક્ષો ઘરાવતું શહેર ક્યું છે? – *ગાંધીનગર*
140. મહેસાણામાં કઇ ડેરી આવેલી છે? – *દૂધસાગર*
141. સંયુક્ત રાષ્ટ્રસંઘ રચનામાં ક્યા અમેરીકન પ્રમુખે સક્રિય ભાગ લીધો હતો? – *રૂઝવેલ્ટ*
142. સંયુક્ત રાષ્ટ્રસંઘની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? – *24 ઓક્ટોમ્બર 1945*
143. સંયુક્ત રાષ્ટ્રસંઘનું વડુમથક ક્યાં આવેલું છે?  *ન્યુયોર્ક*
144. યુ.એન. ના મહામંત્રી કોણ છે? – *એન્ટોનિયો ગુટર્સ*
145. યુ.એન ની સભ્યસંખ્યા કેટલી અને અંતિમ જોડાનાર દેશ ક્યો છે? – *193, દક્ષિણ સુદાન*
146. રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? -  *ઉપરાષ્ટ્રપતિ* 
147. ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઇએ? - *૩પ વર્ષ*
148. મુખ્ય ચૂંટણી કમિશ્નર ની નિમણૂક કોના દ્વારા કરવામાં આવે છે?- *રાષ્ટ્રપતિ*
149. રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ગેરહાજરીમાં રાષ્ટ્રપતિનો ચાર્જ કોની પાસે હોય છે? - *સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ* 
150. સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની અધ્યક્ષતા કોણ કરે છે? - *લોકસભાના સીનીયર સભ્ય (વરિષ્ઠ સભ્ય)*

Source : WhatsApp

સવાલ જવાબ 101 થી 150 સવાલ જવાબ 101 થી 150 Reviewed by Milan News on January 28, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.