સવાલ જવાબ 1 થી 50

દરરોજ બધા પ્રકારના સમાચાર મેળવવા માટે
 8000 93 02 02 નંબર પર " સમાચાર મોકલો " એવો મેસેજ કરો



Whatsapp ના સ્ટેટ્સમાં સમાચાર જોવા અમારો નંબર સેવ રાખો તમારા મોબાઈલમાં




દરરોજ સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ    click here




દરરોજ સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારું વ્હોટ્સપએપ ગ્રુપ   Click here


📚 *બિનસચિવાલય, તલાટી મંત્રી, ફોરેસ્ટ ની તૈયારી માટે સ્પેશિયલ નોલેજ બેંક*

1. જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના ક્યા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે?- *અનુ.-૩૭૦* 
2. રાજ્યના બંધારણીય વડા કોણ હોય છે? - *રાજ્યપાલ*
3. માહિતી અધિકારનો કાયદો ક્યા વર્ષથી અમલમાં આવ્યો? - *૨૦૦પ (૧૨-૧૦-૨૦૦૫)*
4. વિશ્વનુ સૌથી મોટુ લેખિત બંધારણ ક્યા દેશનું છે? - *ભારત*
5. બંધારણ સભાની ૨ વર્ષ ૧૧ માસ ૧૮ દિવસમાં કેટલી બેઠકો થઇ? -  *૧૬૬*
6. રાજ્યસભામાં નિમાયેલા પ્રથમ મહિલા અભિનેત્રી કોણ હતા? - *નરગિસ*
7. ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહમંત્રી કોણ હતા?- *સરદાર વલ્લભભાઇ પટેલ* 
8. ગુજરાતનો પ્રમાણિત ઈતિહાસ કોના સમયથી શરૂ થાય છે ? – *ચંદ્રગુપ્ત મોર્યના*
9. મૈત્રક વંશની સ્થાપના કોણે કરી હતી ? – *ભટ્ટાર્ક*
10. મૈત્રક વંશનો કુળધર્મ ક્યો હતો ? – *શૈવ*
11. મૈત્રક શાસકોની રાજધાની કઈ હતી ? – *વલ્લભી*
12. ચીની મુસાફર હ્યુ એન ત્સાંગ ગુજરાત ની મુલાકાત વખતે ક્યો રાજા રાજ્ય કરતો હતો ? – *ધ્રુવસેન બીજો*
13. મૈત્રક શાસનનો અંત કોના દ્વારા થયો. ? – *આરબોના હુમલાઓ દ્વારા*
14. રાષ્ટ્રકુટોની રાજધાની ક્યાં સ્થળે હતી ? – *ખેટક*
15. ગુજરાતના ઇતિહાસમાં ક્યો કાળ સુવર્ણયુગ તરીકે ગણાય છે ?- *સોલંકી યુગ*
16. પાટણમાં ચાવડા વંશના શાસનનો અંત કોણે કર્યો ?- *મુળરાજ સોલંકી*
17. ગુજરાતને ગુજરાત નામ ક્યાં શાસનકાળ દરમ્યાન મળ્યું ?- *સોલંકી યુગ*
18. ક્યા પ્રાણીનું દૂધ સૌથી વધુ સમતોલ આહાર તરીકે ઓળખાય છે ? – *ગાય* 
19. ગુજરાતમાં કુલ કેટલી અને કઈ જાતના મૃગ જોવા મળે છે ? – *ચાર- કાળિયાર, નીલગાય, ચિંકારા, ચૌશિંગા*
20. ભારતમાંથી ક્યું પ્રાણી નામશેષ થવા આવેલ છે ? – *ચિત્તો*
21. ભારતીય વન સર્વેક્ષણનું મુખ્યાલય ક્યાં આવેલું છે ? – *દહેરાદૂન*
22. ભારતે રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ ક્યારે બનાવી હતી ? – *ઈ.સ. 1986* 
23. ભારતે વર્ષ – 2010ને કઈ રીતે ઉજવવાનું નક્કી કર્યું હતું ? – *રાષ્ટ્રીય વાઘ વર્ષ*
24. વર્ષ – 2010ને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કઈ રીતે ઉજવવાનું થયું હતું ? – *આંતરરાષ્ટ્રીય જૈવિક વિવિધતા વર્ષ*
25. ગુજરાતનો ક્યો જિલ્લો જૈવમંડલીય આરક્ષિત ક્ષેત્રમાં સમાવિષ્ટ છે ? – *કચ્છ* 


*દરરોજ બધા પ્રકારના સમાચાર મેળવવા માટે 8000 93 02 02 નંબર પર " સમાચાર મોકલો " એવો મેસેજ કરો*



*Whatsapp ના સ્ટેટ્સમાં સમાચાર જોવા અમારો નંબર સેવ રાખો તમારા મોબાઈલમાં*





26. ઘરવપરાશમાં ઉપયોગી વસ્તુ માટે ક્યું નિશાન હોય છે ?- *આઇ.એસ.આઇ (ISI)*
27. ઉનની બનાવટો અને પોશાકની વસ્તુ પર સારી ગુણવત્તાવાળી વસ્તુ માટે ક્યું નિશાન લગાવવામાં આવે છે? – *વુલમાર્ક*
28. શાકાહારી ખાદ્યસામ્રગી પર ક્યાં રંગનું નિશાન હોય છે? – *લીલારંગનું*
29. ખેતપેદાશની વસ્તુ પર ક્યુ નિશાન હોય છે? – *એગમાર્ક*
30. માંસાહારી ખાદ્યસામ્રગી પર ક્યા રંગનું નિશાન હોય છે? – *લાલ રંગનું*
31. સોના ચાંદીની બનાવટો ઉપર ક્યું નિશાન હોય છે? – *BIS*
32. ‘મોહિનીઅટ્ટમ’ ક્યા રાજ્યનું નૃત્ય છે?- *કેરળ*
33. ‘કથકલી’ ક્યા રાજ્યનું નૃત્ય છે? – *કેરળ*
34. ‘કુચીપુડી’ ક્યા રાજ્યનું નૃત્ય છે? – *આંધ્રપ્રદેશ*
35. ‘વૈશાખીનો મેળો’ ક્યા રાજ્યમાં ભરાય છે? – *પંજાબ*
36. ‘પકુર’ શું છે? – *ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઘરના પાછલા ભાગમાં માછલા ઉછેર માટેનું તળાવ*
37. ‘ઓજપાલી’ નૃત્ય ક્યા રાજ્યનું છે?- *અસમ*
38. ‘ભરતનાટ્યમ્‍’ નૃત્ય ક્યા રાજ્યનું છે?- *તમિલનાડું*
39. ‘બિહું’ નૃત્ય ક્યા રાજ્યનું છે? – *અસમ*
40. ઇ-મેઈલ સેવા આપનાર સંસ્થાના નામને શું કહેવાય – *Host name*
41. વાયર ઉપર સિલિકોન કરેલ Cable. – *Optical Cable*
42. દલ સરોવરમાં જોવા મળતા નૌકાઘર ક્યા નામે ઓળખાય છે? – *શિકારા*
43. દલ સરોવર ક્યા રાજ્યમાં આવેલ છે? – *જમ્મુ કશ્મીરમાં* 
44. ક્યા શહેરની રથયાત્રા જગવિખ્યાત છે?- *જગન્નાથપુરી(ઓડિશા)*
45. ભારતના ક્યા રાજ્યની નૌકા હરિફાઈ સુપ્રસિદ્ધ છે? – *કેરળ*
46. કુનીનો મેળો ક્યાં ભરાય છે?- *ઉત્તરપ્રદેશ*
47. વલ્લભાચાર્યે ભક્તિ આંદોલનમાં ક્યા પ્રકારનો પ્રચાર કર્યો? – *પુષ્ટીમાર્ગ*
48. આ૫ણા રાજ્યમાં કુલ કેટલા તાલુકા આવેલા છે? – *૨૫૧/૨૪૯ માન્ય છે.*
49. મકરસંક્રાંતિમાં સૂર્ય કઇ રાશિમાં પ્રવેશે છે ? *મકર*
50. બાલદિન તરીકે ક્યો દિવસ ઉજવાય છે? – *૧૪મી નવેમ્બર*


*દરરોજ બધા પ્રકારના સમાચાર મેળવવા માટે 8000 93 02 02 નંબર પર " સમાચાર મોકલો " એવો મેસેજ કરો*


*Whatsapp ના સ્ટેટ્સમાં સમાચાર જોવા અમારો નંબર સેવ રાખો તમારા મોબાઈલમાં*


સવાલ જવાબ 1 થી 50 સવાલ જવાબ 1 થી 50 Reviewed by Milan News on January 18, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.