સવાલ જવાબ 151 થી 200

દરરોજ બધા પ્રકારના સમાચાર મેળવવા માટે
 8000 93 02 02 નંબર પર " સમાચાર મોકલો " એવો મેસેજ કરો



Whatsapp ના સ્ટેટ્સમાં સમાચાર જોવા અમારો નંબર સેવ રાખો તમારા મોબાઈલમાં




દરરોજ સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ    click here




દરરોજ સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારું વ્હોટ્સપએપ ગ્રુપ   Click here

151. રાજા હર્ષવર્ધનની દક્ષિણ ભારત તરફની વિજયકૂચ ક્યા રાજાએ અટકાવી હતી? – દક્ષિણના ચાલુક્ય રાજવી પુલકેશી બીજો
152. સમ્રાટ હર્ષવર્ધન દ્વારા ક્યા નાટકો રચાયા હતા? – નાગાનંદ,  રત્નાવલિ અને પ્રિયદર્શિકા
153. કોના સમયમાં હ્યુ-એન-ત્સાંગ ભારત આવેલા અને કેટલો સમય ભારતમાં રહેલા હતા? – હર્ષના સમયમાં ૧૫ વર્ષ ભારતમાં રહેલા
154. મહાકવિ બાણભટૃની બે પ્રખ્યાત કૃતિઓ જણાવો – હર્ષચરિત અને કાદમ્બરી
155. ભારતમાં સૌપ્રથમ ક્યા વિદેશી વેપાર કરવા આવ્યા...? -ફિરંગીઓ (પોર્ટુગીઝો)
156. ક્યો દિવસ ‘શહીદ દિન’ તરીકે ઉજવાય છે? – ૩૦મી જાન્યુઆરી / ( ન હોય તો 23 માર્ચ પણ આવી શકે )  
157. ઇસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના ક્યારે થઈ હતી - ઇ.સ. 1600
158. આ૫ણા દેશને આઝાદી ક્યારે મળી ? – ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૭
159. બારડોલી સત્યાગ્રહથી વલ્લભભાઇને .... નું બિરૂદ મળ્યું? – સરદાર
160. મેઘરજ ગામમાં અંગ્રેજોએ બનાવેલુ બાવલુ તોડી નાખનાર યુવાન કોણ હતો ? – પુનમચંદ પંડ્યા
161. વલ્લભભાઇ ૫ટેલનો જન્મ ક્યાં થયો હતો ? – નડિયાદ (નોંધ: વતન-કરમસદ)
162. આંદમાનમાં કાળા પાણીની સજા પામનાર ક્રાંતિવીર કોણ હતાં ? – વીર સાવરકર
163. ગુજરાતમાં રેલવેની શરૂઆત ક્યારે અને ક્યાં થઇ હતી? – ઉતરાણ થી અંકલેશ્વર ૧૮૫૫
164. વૃક્ષના છાલ પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા તે ક્યા નામે ઓળખાય છે?  - ભોજપત્ર
165. ભારતીય બંધારણના ક્યા આર્ટિકલ મુજબ નાણાપંચની રચના કરવામાં આવેલ છે?  - ૨૮૦ 
166. ભાષાનો સમાવેશ ભારતીય બંધારણના ક્યા શેડયુલ(અનુસૂચી/પરિશિષ્ટ)માં કરવામાં આવેલ છે? - ૮ 
167. ભારતીય બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડનો સમાવેશ ક્યા આર્ટિકલમાં કરવામાં આવેલ છે? - ૪૪    
168. લોકસભાનું સત્ર ચલાવવા માટે કેટલી કોરમ હોવી જરૂરી છે?- ગૃહની કુલ સભ્યની સંખ્યાના ૧/૧૦ (દસમાં ભાગના)
169. જમ્મુ કાશ્મીરમાં રાજયપાલ ની નિમણૂંક કોણ કરે છે - રાષ્ટ્રપતિ
170. ઉપનિષદના વિચારોનો વિકાસ ક્યા વિચારકે કર્યો હતો?- શંકરાચાર્ય 
171. ઉપનિષદમાં ક્યા સ્ત્રી વિચારકનો ઉલ્લેખ છે? – ગાર્ગી
172. ગૌતમ બુદ્ધને જે સ્થળે જ્ઞાન પ્રાપ્ત થયુ અને બુદ્ધ કહેવાયા તે સ્થળ ક્યું છે? – બોધિગયા
173. ગુજરાતમાં તહેવારોની શરૂઆત ક્યારથી થાય છે?-  અખાત્રીજ 
174. ‘ હુડો’ કઈ જ્ઞાતિનું નૃત્ય છે?- ભરવાડ
175. ગુજરાતમાં શામળાજી ખાતે ક્યો મેળો ભરાય છે? – કાર્તિકી પૂનમ 
176. સાબર ડેરી ક્યાં આવેલી છે? – હિંમતનગર (સાબરકાંઠા) 
177. બનાસ ડેરી ક્યાં આવેલી છે? – પાલનપુર (બનાસકાંઠા) 
178. સાબરમતી નદી ક્યાં સરોવર માંથી નીકળે છે - ઢેબર સરોવર
179. ઇંદ્રોડા પાર્ક ક્યાં આવેલું છે ? – ગાંધીનગર
180. યુરો૫ના ક્યા દેશમાં રાત્રે ૧૨ વાગ્યે ૫ણ સૂર્ય જોવા મળે છે? – નોર્વે
181. પૃથ્વી ૫ર દિવસ-રાત થાય છે. કારણ કે...... – પૃથ્વી પોતાની ધરી ૫ર ફરે છે.
182. કઇ તારીખે દિવસ અને રાત સરખા હોય છે? – ૨૧ માર્ચ, ૨૩ સપ્ટેમ્બર
183. ક્યો દિવસ સૌથી લાંબો દિવસ હોય છે? – ૨૧મી જુન
184. ક્યો દિવસ સૌથી ટૂંકો દિવસ હોય છે? – ૨૨મી ડિસેમ્બર
185. ભારતની સૌથી મોટી ખનીજતેલ શુદ્ધિકરણની રિફાઇનરી ક્યાં આવેલી છે? – જામનગર, રિલાયન્સ
186. ભારતમાં એરંડાનું સૌથી વધુ ઉત્પાદન ક્યા રાજ્યમાં થાય છે? – ગુજરાત
187. ગુજરાતનો ક્યો પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? – કાનમ
188. ગુજરાતમાં ટાઇલ્સ ઉદ્યોગ ક્યાં વિકસેલો છે? – મોરબી
189. તમાકુંના ઉત્પાદન માટે ગુજરાતનો ક્યો પ્રદેશ જાણીતો છે? – ચરોતર
190. ગુજરાતનું મુખ્ય બંદર ક્યું છે? – કંડલા
191. વડોદરા નજીક ક્યાં ગુજરાત રિફાઇનરી આવેલ છે? – કોયલી
192. સેવાક્ષેત્રમાં કઈ કઈ સેવાનો સમાવેશ થાય છે? – વ્યાપાર, શિક્ષણ, આરોગ્ય, બેંકિગ, પ્રવાસ, મનોરંજન
193. દ્વિતિયક્ષેત્ર બિજા ક્યા નામે ઓળખાય છે? – કાપડઉદ્યોગ, રંગરસાયણો, યંત્રસામગ્રી
194. ભારતે આર્થિક નીતિઓમાં ફેરફાર કરી કઈ સાલમાં ઉદારીકરણની નીતિ અપનાવી છે? – ઈ.સ.1991 
195. WTOની સ્થાપના કઈ સાલમાં કરવામાં આવી હતી? – ઈ.સ.1995 
196. રાજ્યસભામાં દર ૨ વર્ષે કેટલા સભ્યો નિવૃત થાય છે? -  ૧/૩
197. ક્રોમ્ટ્રોલર અને ઓડિટર જનરલ (સી.એ.જી.) ની નિમણૂક કોણ કરે છે? – રાષ્ટ્રપતિ (અનુચ્છેદ-૧૪૮)
198. કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર પોતાના સભાગૃહના વધારેમાં વધારે કેટલા ટકા પ્રધાન (મિનિસ્ટર) રાખી શકે છે?- ૧પ% 
199. MS-Word ના screen દેખાતી ફાઈલ કેટલા ટકા સુધી zoom કરી શકાય છે? 10 to 500%   
200. ક્યા કમાન્ડની મદદથી Document માં ચોક્કસ પેરેગ્રાફ,શબ્દ,અક્ષર,પેઈજ તથા લાઈન વગેરેની સંખ્યા જાણી શકાય છે?  -  Word Count
સવાલ જવાબ 151 થી 200 સવાલ જવાબ 151 થી 200 Reviewed by Milan News on February 05, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.