સવાલ જવાબ 51 થી 100

દરરોજ બધા પ્રકારના સમાચાર મેળવવા માટે
 8000 93 02 02 નંબર પર " સમાચાર મોકલો " એવો મેસેજ કરો



Whatsapp ના સ્ટેટ્સમાં સમાચાર જોવા અમારો નંબર સેવ રાખો તમારા મોબાઈલમાં




દરરોજ સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારી ટેલિગ્રામ ચેનલ    click here




દરરોજ સમાચાર મેળવવા માટે જોઈન કરો અમારું વ્હોટ્સપએપ ગ્રુપ   Click here



 *નોલેજ બેન્ક-૨*

51. ગુજરાત રાજ્ય ભારતના ક્યા ભાગમાં આવેલું છે? – *૫શ્વિમ* 

52. ગુજરાત ક્યા સાગરના કિનારે આવેલું છે? – *અરબ સાગર* 

53. ગુજરાતમાં કેટલા અખાતો આવેલા છે? – *બે*

54. ગુજરાતનું રાજ્ય૫ક્ષી ક્યું છે? – *સુરખાબ (ફ્લેમિંગો, હંજ)*

55. ૫રદેશથી આવતા ૫ક્ષીઓને ક્યા ૫ક્ષીઓ કહેવાય છે. ? – *યાયાવરના ૫ક્ષીઓ*

56. ડાંગ જિલ્લામાં કઇ ૫ર્વતમાળા આવેલી છે? – *સાહ્યાદ્રી ૫ર્વતમાળા* 

57. પંચમહાલ જિલ્લામાં કઇ ૫ર્વતની હારમાળા આવેલી છે ? *વિંધ્યાચળ ૫ર્વતમાળા*

58. કઈ પદ્ધતિથી પુરાતત્વિક અવશેષોનો ચોક્કસ સમયકાળ જાણી શકાય છે? – *કાર્બન ડેટિંગ પદ્ધતિ*

59. પકવેલી માટીને શું કહેવામાં આવે છે? – *ટેરાકોટા*

60. તાડપત્રો અને ભોજપત્રો પરનું લખાણ મોટે ભાગે કઈ લિપિમાં હોય છે?- *પાડું લિપિ*

61. પશ્વિમ અને દક્ષિણ દિશા વચ્ચેની દિશા ક્યા નામે ઓળખાય છે? – *નૈઋત્યની દિશા*

62. NATMO નું પુરૂ નામ જણાવો. – *નેશનલ એટલાસ એન્ડ થિમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન*

63. NATMO સંસ્થા ક્યાં આવેલી છે? – *કોલકત્તા*

64. ભારતમાં નકશાઓનું નિર્માણ કઈ સંસ્થા કરે છે? – *NATMO*

65. ગુજરાતમાં કઈ જગ્યાએથી લઘુપાષાણયુગના પ્રાણીઓના હાડકાંના ઢગલા અને દટાયેલા મૃતદેહો મળી
 આવ્યા છે? – *સાબરમતી પ્રદેશનું લાંઘણજ, અખાજ તેમજ મહીનદીના અમરાપુર*

66. પ્રારંભિક માનવજીવનના ઓજારો અને હથિયારોની માહિતી ઉપરથી ક્યા યુગમાં વહેંચી શકાય છે? – 
*આદિપાષાણયુગ(અન્ન સંગ્રાહક તબક્કો), મધ્યપાષાણયુગ, નુતન પાષાણ યુગ( અન્ન ઉપજાવનાર તરીકેનો તબક્કો)*

67. આદિમાનવોએ દોરેલા ચિત્રો માટે જાણીતી ભીમબેટકા ગુફાઓ ક્યા રાજ્યમાં આવેલ છે? – *મધ્યપ્રદેશ( નર્મદાખીણ પ્રદેશ )* 

68. પ્રારંભિક માનવજીવનનો અન્ન સંગ્રાહક તબક્કો ક્યો ગણવામાં આવે છે? – *આદિપાષાણ યુગ*

69. પ્રારંભિક સમયનો અન્ન ઉપજાવનાર તરીકેનો તબક્કો ક્યો ગણાય છે? – *નુતન પાષાણયુગ*

70. પુરાતન સ્થળ મહેરગઢ ક્યાં આવેલું છે?- *પાકિસ્તાન*

71. સૌથી જૂનો વેદ ક્યો છે? – *ઋગ્વેદ*

72. વૈદિક સંસ્કૃતિમા યુદ્ધના દેવતા તરીકે ઓળખાય છે? – *ઈન્દ્ર*

73. કોણ ‘શ્રુતિગ્રંથો’ તરીકે ઓળખાય છે? – *વેદ*

74. ઋચાઓના સમૂહને શું કહે છે? – *સૂક્તો*

75. મહાપાષાણયુગ સમય દરમ્યાન ક્યાં સ્થળે કબરમાંથી સોનાના મણકા અને શંખ મળી આવ્યા છે? – *બ્રહ્મગીરી*

76. ક્યા ઋષિએ બિયાસ અને સતલુજ નદીઓ સાથે સંવાદ કર્યો હતો? – *વિશ્વામિત્રએ*

77. વૈદિક સમય દરમ્યાન જનતા અથવા પુરા સમુદાય માટે ક્યા બે શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો હતો? – *વીશ અને જન*

78. આર્યો પોતાના વિરોધીઓને ક્યા નામે ઓળખતા હતાં?-  *દાસ કે દસ્યું*

79. ક્યા વેલના રસમાંથી એક ખાસ પ્રકારનું ‘પીણુ’ (સોમરસ) બનાવવામાં આવતુ હતુ? – *સોમવેલ*

80. ઋગ્વેદની ભાષા કઈ ભાષા કહેવાતી? – *વૈદિક સંસ્કૃત અથવા પ્રાકૃત ભાષા*

81. ગુજરાતમાં મત્સ્યઉદ્યોગનું મોટું કેન્દ્ર ક્યાં આવેલું છે? – *ગીર સોમનાથ (વેરાવળ)*

82. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા જિલ્લાઓ છે ? – *૩૩*

83. ગુજરાત રાજ્યમાં કુલ કેટલા કેન્દ્રશાસિત પ્રદેશો છે? – *૨*

84. કમલાનહેરુ જિયોલોજિકલ પાર્ક ક્યાં આવેલ છે ? – *અમદાવાદ* 

85. ગુજરાતમાં કુલ કેટલાં પક્ષી અભ્યારણ્યો આવેલાં છે ? – *6* 

86. કૂતરા સિવાય ક્યું પ્રાણી કરડવાથી હડકવા થઈ શકે ? – *શિયાળ, રીંછ, બિલાડી* 

87. સૌથી ઊંચુ પ્રાણી ક્યું છે ? – *જિરાફ* 

88. ટૂંકા અંતર માટે સૌથી ઝડપી દોડતું પ્રાણી ક્યું છે ? – *ચિત્તો* 

89. ભારતનું સૌથી મોટા કદનું હરણ ક્યું છે ? – *સાબર* 

90. યમનું વાહન શું છે ? – *પાડો* 

91. લક્ષ્મીજીનું વાહન ક્યું છે ? – *ધુવડ* 

92. ભારતમાં માહિતીનો અધિકાર(Right To Information) કઈ સાલથી અમલમાં છે? – *ઓક્ટોબર, 2005*

93. ‘વેરા’ની વ્યાખ્યા આપો? – *બીલ લેવાથી અમુક રકમ સરકારમાં જાય છે જેને ટેક્સ કહેવામાં આવે છે.*

94. ઈ.સ 2011 માં કરવામાં આવેલી વસ્તીગણતરી આઝાદી પછીની કેટલામી વસ્તી ગણતરી હતી? – *સાતમી*

95. દુનિયાના કુલ ભુમિવિસ્તાર પૈકી ભારત પાસે કેટલા ટકા ભુમિવિસ્તાર છે? – *2.42%*

96. વિસ્તારની દૃષ્ટિએ ભારત દુનિયામાં કેટલામાં ક્રમે છે? – *સાતમાં*

97. દુનિયાની કુલ વસ્તીના કેટલા ટકા લોકો ભારતમાં વસે છે? – *16%*

98. સૌથી વધુ વસ્તી ધરાવતા ટોચના પાંચ ગુજરાતના જીલ્લાઓના નામ જણાવો.- *અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ,બનાસકાંઠા*

99. કઈ જગ્યાએ મૃતકોની સાથે સામાન અને બકરીને પણ દફનાવવામાં આવ્યા હતા? – *મહેરગઢ (પાકિસ્તાન)*

100. સૌથી પહેલા ઘઉં, જવ, ઉગાડવાનું અને ઘેટા બકરા પાળવાનું શરૂ થયું હશે એવું સંભવત: સ્થળ ક્યું માનવામાં આવે છે? – *મહેરગઢ*


Source : whatsapp
સવાલ જવાબ 51 થી 100 સવાલ જવાબ 51 થી 100 Reviewed by Milan News on January 28, 2019 Rating: 5

No comments:

Powered by Blogger.